સુરત ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો
રીલાયન્સ મોલના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું
1.41 લાખનો મુદ્દામાલ કબ્જે  લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉધના દરવાજા ખાતે આવેલ રીલાયન્સ મોલના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાંથી એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉધના દરવાજા ખાતે આવેલ રીલાયન્સ મોલના અંડ ગ્રાઉન્ડ પાર્કિંગ બેઝમેન્ટ એકમાંથી લિંબાયત ખાતે રહેતા હુસેન નિસાર અંસારીને ઝડપી પાડ્યો હતો. અને તેની ઝડતી લેતા તેની પાસેથી એમડી ડ્રગ્સ મળી આવતા પોલીસે એમડી ડ્રગ્સ સાથે અન્ય મત્તા મળી 1.41 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *