નવસારી જિલ્લામાં 40 થી વધુ બેઠકો ભાજપના ખોળામાં

Featured Video Play Icon
Spread the love

નવસારી જિલ્લામાં 40 થી વધુ બેઠકો ભાજપના ખોળામાં
નગર, મહાનગર અને પંચાયતોની ચુંટણીમાં 40 થી વધુ બેઠકો બિનહરીફ
ગણદેવી નગર પાલિકામાં કોંગ્રેસની 18 બેઠકો ઉપર ફોર્મ રદ્દ

નવસારી જિલ્લામાં નગર, મહાનગર અને પંચાયતોની ચુંટણીમાં 40 થી વધુ બેઠકો ભાજપના ખોળામાં આવતા ખુશીની લહેર

વસારી જિલ્લામાં નગર, મહાનગર અને પંચાયતોની ચુંટણીમાં 40 થી વધુ બેઠકો ભાજપના ખોળામાં આવતા ગુજરાતના આદિજાતિ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે બિનહરીફ જીત મુદ્દે આપી પ્રતિક્રિયા આપતા બિનહરીફ જીત મેળવનાર ભાજપી ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા. નવસારી જિલ્લા પંચાયતની 6 બેઠકો અને નવસારી મહાનગર પાલિકાની 3 બેઠકો બિનહરીફ થઈ છે. જિલ્લાની 6 તાલુકા પંચાયતોમાં 11 બેઠકો બિનહરીફ થઈ છે અને ગણદેવી નગર પાલિકામાં કોંગ્રેસની 18 બેઠકો ઉપર મેન્ડેન્ટ સમય મર્યાદામાં ન પહોંચતા રદ્દ થયા છે. કોંગ્રેસ સાથે જ ગણદેવી નગર પાલિકામાં 21 બેઠકો થઈ બિનહરીફ થતા આદિવાસી જિલ્લામાં 40 થી વધુ બેઠકો બિનહરીફ થવાની ઘટના ઐતિહાસિક ગણાવી છે.

આજે ફોર્મ ચકાસણીના દિવસે ગુજરાત સરકારના મંત્રી નરેશ પટેલ સાથે વલસાડના સાંસદ ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવસારી જિલ્લામાં ભાજપની ચુંટણી પહેલા જ ઐતિહાસિક જીતને વધાવી હતી. વલસાડના સાંસદ ધવલ પટેલે પણ બિનહરીફ જીત મુદ્દે ઉત્સાહ સાથે પ્રતિક્રિયા આપતા જીત મેળવનાર તમામ ભાજપી ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી છે.

વધુમાં સાંસદ ધવલ પટેલે કહ્યુંહતું કે હાલની સ્થિતિ જોતા કોંગ્રેસના સૂપડા સાફ થશે, દિલ્હીથી આવેલી પાર્ટી જે ડિપોઝિટ ડૂલ કરવામાં રેકોર્ડ બનાવે છે એની પણ ડિપોઝિટ ડૂલ થશે. લોકોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, જેમાં જિલ્લા, તાલુકા પંચાયતો, નગર પાલિકા અને નવસારી મહાનગર પાલિકામાં એ વિશ્વાસ અમે કાયમ રાખીશું અને જિલ્લામાં વિકાસના કાર્યો તમામ સાથે મળીને કરીશું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *