રાજપીપળાનો દીકરો અરવિંદ શૈની ધોરણ 10 ના સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે

Featured Video Play Icon
Spread the love

રાજપીપળાનો દીકરો અરવિંદ શૈની ધોરણ 10 ના સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે
ટાઇલ્સ ફિટિંગ કરનારા સામાન્ય પરિવારનાપુત્રની સિદ્ધિ
પિતા ભોયારામ શૈનીની આંખો ખુશીથી ભરાઈ આવી

ટાઇલ્સ ફીટીંગ કરનાર શ્રમજીવી સામાન્ય પરિવારનો જય અંબે સ્કૂલમાં રાજપીપળાનો દીકરો અરવિંદ શૈની ધોરણ 10 ના સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવ્યો.

જય અંબે સ્કૂલમાં રાજપીપળાનો દીકરો અરવિંદ શૈની રાજ્યમાં બીજો અને નર્મદા જિલ્લામાં પ્રથમ ક્રમે આવ્યો છે, હાલમાં જ જાહેર થયેલા ધોરણ 10 ના પરિણામમાં અરવિંદ શૈનીના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સહીત ચાર વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે તેમજ ગુજરાતીમાં પણ 80 માંથી 77 સૌથી વધુ ગુણ મેળવ્યા છે, પિતાની સિદ્ધિને પગલે ટાઇલ્સ ફિટિંગ કરનારા સામાન્ય પરિવારના પિતા ભોયારામ શૈનીની આંખો ખુશીથી ભરાઈ આવી હતી. દીકરાની અદભુત સિદ્ધિથી માતા પિતા ગળ ગળા થયા હતા. નર્મદા જિલ્લાની સો ટકા પરિણામ વાળી 41 શાળાઓ આવી છે. ગત વર્ષ કરતાં 2.46%પરિણામ માં વધારો 2025માં 88.40%હતું 2026માં 90.85%આવ્યું છે. નર્મદા જિલ્લાના સૌથી વધુ પરિણામ ટીમ્બાપાડા કેન્દ્રનું પરિણામ 97.16% છે

નર્મદા જિલ્લા માં A1 ગ્રેડમાં જય અંબે સ્કૂલના 41 વિદ્યાર્થીઓ આવ્યા છે, તમામ ટોપર વિદ્યાર્થીઓનું આચાર્ય અને શાળા પરિવારે પુષ્પ ગુચ્છથી સન્માન કરીસૂત્રોચાર સાથે શાળાનું ગૌરવ વધાર્યું છે. ધોરણ 10 માં બોર્ડની પરીક્ષામાં રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો નર્મદા 90.85 ટકા સાથે અગ્રેસર રહ્યો છે. પહેલીવાર એ વન ગ્રેડમાં 149 વિદ્યાર્થીઓ પાસ થયા છે. નર્મદા જિલ્લામાં 6885 વિદ્યાર્થીઓ પૈકી 6,257 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 90. 85 ટકા જિલ્લાનું પરિણામ આવ્યું, 2025 માં 100%પરિણામ વાળી શાળાઓ 30 હતી 2026માં વધીને 41 શાળાઓ થઈ છ. નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં પહેલી વખત ધોરણ 10 નું ઊંચું પરિણામ આવતા શિક્ષણ જગતમાં ખુશી વ્યાપી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *