સુરતમાં સારોલી પોલીસે ઠગ વેપારી અને કાપડ દલાલને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સારોલી પોલીસે ઠગ વેપારી અને કાપડ દલાલને ઝડપ્યા
જગદીશ ખુશીરામ નંદવાણી અને કાપડ દલાલ ભરત ધનરાજ દુલહાણી ઝડપાયા

સુરતમાં સારોલી પોલીસે વેપારીઓનો સંપર્ક કરી કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ ઠગાઈ આચરનાર ઠગ વેપારી અને કાપડ દલાલને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મિના, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસઆર વેકરીયાની ટીમ પીએસઆઈ એસબી નકુમના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં જોડાઈ હતી ત્યારે એએસઆઈ રમેશભાઈ તથા અહેકો અરવિંદભાઈ અને અપોકો કિરણસિંહને મળેલી બાતમીના આધારે કાપડ વેપારીઓને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી ઉધારીમાં માલ ઠગોને અપાવી ઠગાઈ આચરનાર ઠગ કાપડ દલાલ હાલ અમદાવાદ હોવાની માહિતી મળતા જ સારોલી પોલીસની એક ટીમ અમદાવાદ રવાના થઈ હતી અને ત્યાંથી ઠગ કાપડ વેપારી જગદીશ ખુશીરામ નંદવાણી અને કાપડ દલાલ ભરત ધનરાજ દુલહાણીને ઝડપી પાડી બન્નેને સુરત લાવી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *