સુરતના સરથાણા સીમાડા ખાતે યુવતિને દોઢ વર્ષથી ગોંધી
ભાગ્યોદય થેપલા હાઉસમાં યુવતિને દોઢ વર્ષથી પગાર વગર ગોંધી
યુવતિને વુમન ઈમપ્રુવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુક્ત કરવાઈ
સુરતના સરથાણા સીમાડા ખાતે આવેલ ભાગ્યોદય થેપલા હાઉસમાં યુવતિને દોઢ વર્ષથી પગાર વગર ગોંધી રાખી કામ કરાવાતી હોય જે યુવતિને વુમન ઈમપ્રુવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુક્ત કરવાઈ હતી.
સુરતના સરથાણા સીમાડામાં દિલ દહેલાવી દે તેવી ઘટના સામે આવી છે જેમાં ભાગ્યોદય થેપલા હાઊસમાં યુવતિને ગોંધી રાખવામાં આવતી હોય જેને મુક્ત કરાઈ હતી. દોઢ વર્ષ થી પગાર વગર ગોંધી રાખવામાં આવી હતી જે અંગેની જાણ વુમન ઈમપૃમેટ ચેરીટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલીયાને થતા ચેતનાબેન એ આ ભાગ્યોદય થેપલા ભાખરી દુકાનની તપાસ કરી હતી. જ્યાંથી માલિક સંજયભાઈ દિકરી કાજલને દોઢ વર્ષથી દુકાનમાંપુરી જતા રહેતા હોવાનુ સામે આવ્યુ હતું. સવારે ચાર વાગ્યે દુકાન ખોલે અને બપોરે 11 વાગ્યે દુકાન બંધ કરીને જતા રહે પછી પાછા સાંજે ચાર વાગ્યે દુકાન ખોલે અને રાત્રે 11 વાગ્યે દુકાન બંધ કરી યુવતિને દુકામાં જ ગોંધી રાખતા હતાં. હાલ તો ચેતનાબેનએ યુવતિને મુક્ત કરાવી પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
