નર્મદામાં ચૈતર વસાવાના અંગત જગદીશ વસાવાનું ભાજપને સમર્થન

Featured Video Play Icon
Spread the love

નર્મદામાં ચૈતર વસાવાના અંગત જગદીશ વસાવાનું ભાજપને સમર્થન
ભાજપને સમર્થન આપતો વીડિયો કર્યો જાહેર
થોડા દિવસ પહેલા જ આપના તમામ હોદ્દા પરથી આપ્યું હતું રાજીનામું

ડેડિયાપાડા તાલુકામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકર્તા જગદીશ એમ. વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. આજે ભાજપને સમર્થન આપતો વીડિયો કર્યો જાહેર

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટી (AAP) ના કાર્યકર્તા જગદીશ વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપી આજરોજ BJPને સમર્થન આપતો વીડિયો જાહેર કર્યો છે. ચૈતર વસાવાના અંગત જગદીશ વસાવાનું BJP ને સમર્થન મળતા રાજકીય સમીકરણો બદલાય તેવા એંધાણ દેખાય રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ડેડિયાપાડા વિસ્તારમાં ધારાસભ્ય ચૈતર વસાવાના નજીકના ગણાતા કેટલાક કાર્યકર્તાઓ દ્વારા પક્ષ છોડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેના કારણે સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. જગદીશ વસાવાએ થોડા દિવસ પહેલા જ AAPના તમામ હોદ્દા પરથી આપ્યું હતું રાજીનામું.

હાલમાં રાજીનામા અંગે આમ આદમી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જોકે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ રાજકીય ફેરફારોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *