ભાવનગર ભવ્ય નાગરિક સન્માન સમારોહ યોજાયો

Featured Video Play Icon
Spread the love

ભાવનગર ભવ્ય નાગરિક સન્માન સમારોહ યોજાયો
સિંધી જનરલ પંચાયત દ્વારા નવનિયુક્ત મેયરનો સન્માન સમારોહ

સિંધી જનરલ પંચાયત દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ઉષાબેન તલરેજા અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષ આડવાણીનો ભવ્ય નાગરિક સન્માન સમારોહ યોજાયો

ભાવનગરના સામાજિક અને રાજકીય ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરતા, આજે શ્રી સિંધી જનરલ પંચાયત તેમજ સિંધી જનરલ પંચાયત યુવા વિંગ દ્વારા સંયુક્ત રીતે ભાવનગર મહાનગસ્પાલિકાના સિંધી સમાજના નવનિયુક્ત પદાધિકારીઓનો એક ભવ્ય અને ઐતિહાસિક સન્માન સમારોહ યોજાઈ ગયો.આ ભવ્ય સમારોહમાં સિંધી સમાજનું ગૌરવ વધારનાર અને સમાજ સેવાના કાર્યોમાં સદા અગ્રેસર રહેતા એવા ભાવનગરના નવનિયુક્ત માનનીય પેયર શ્રીમતી ઉષાબેન તલરેજા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સદસ્ય શ્રી મનીષભાઈ આડવાણીનું સમસ્ત સિંધી સમાજ વતી ભવ્ય બહુમાન અને નાગરિક સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ રહી કે, ભાવનગર શહેરની તમામ સિંધી પંચાયતો, ધારમિક સંસ્થાઓ, સામાજિક અને વેપારી સંગઠનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં બજર રહીને એક જ મંચ પરથી બને પદાધિકારીઓનું સન્માન કરી સિંધી સમાજની અંત્ર એકતા અને સંગ્રહન શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું હતું. આ પ્રસંગે શ્રી સિંધી જનરલ પંચાયતના હોદ્દેદારોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, “આજે સમગ્ર સિંધી સમાજ માટે ખૂબ જ હર્ષ અને ગૌરવની ક્ષણ છે. અમને પૂર્ણ વિશ્વાસ છે કે માનનીય મેયર શ્રીમતી ઉપાબેન તલરેજા અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય શ્રી મનીષભાઈ આડવાણીના સક્ષમ અને કુશળ નેતૃત્વ હેઠળ આપણા ભાવનગર શહેરનો વિકાસ એક નવી ઊંચાઈએ પહોંચશે અને પ્રગતિનો અવિરત પ્રવાહ ચાલુ રહેશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *