ભાવનગરમાં આજથી શાળાના પ્રાંગણમાં ગુંજ્યો વિદ્યાર્થીઓનો કિલકિલાટ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં આજથી શાળાના પ્રાંગણમાં ગુંજ્યો વિદ્યાર્થીઓનો કિલકિલાટ
પ્રિન્સિપાલે કહ્યું બાળકો વગર શાળા સૂની લાગી
વિદ્યાર્થીઓ પોતાના મિત્રોને મળીને આનંદિત દેખાયા

આજથી ધોરણ 1 થી 12ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભથયો છે જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2026-27 ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભથયો હતો. જેમાં બાળકોના ખિલખિલાટથી શાળાઓ ગુંજી ઊઠી હતી. 35 દિવસના ઉનાળા વેકેશન બાદ આજથી શાળાઓમાં બાળકોની પ્રથમ સત્રના શિક્ષણ કાર્યનો આરંભ થયો હતો.

આજે ફરી શાળા શરૂ થતા વિદ્યાર્થીઓ આનંદિત અને હર્ષોલ્લાસ સાથે એક મહિના બાદ શાળા પુનઃશરૂ થતા બાળકોનો ખિલખિલાટ જોવા મળ્યો હતો. ભાવનગર જિલ્લામાં શાળાઓ શરૂ થતાં બાળકોથી શાળાઓ ફરી ગુંજી ઉઠી હતી. પ્રિન્સિપાલે કહ્યું- બાળકો વગર શાળા સૂની લાગે છે. 2 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ઉનાળુ વેકેશન પૂર્ણ, નવા શિક્ષણ કાર્યનો આરંભ ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા આજથી નવા શિક્ષણ કાર્યનો આરંભ થયો હતો. નવા શૈક્ષણિક વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં છ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા જ બાળકોને એડમિશન મળશે, જ્યારે પાંચ વર્ષના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ મળશે. વિદ્યાર્થીઓ પોતાના મિત્રોને મળીને આનંદિત દેખાયા 35 દિવસના લાંબા વેકેશન બાદ આજે શૈક્ષણિક વર્ષનો પ્રથમ દિવસ હોવાથી શાળાએ જતી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. બે મહિનાના લાંબા વિરામ બાદ ફરી એકવાર શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને રોનક જોવા મળી હતી. શાળાએ પહોંચેલા વિદ્યાર્થીઓ પોતાના મિત્રોને મળીને અત્યંત આનંદિત અને ઉત્સાહિત દેખાતા હતા. વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો અદમ્ય ઉત્સાહ સાથે શાળાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં એક નવી ઉર્જા જોવા મળી હતી. આજે ફરીથી બધા મિત્રોને મળીને અત્યંત આનંદ થઈ રહ્યો छे’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *