ગોલ્ડ માઈનમાં ટ્રેડીંગ કરવાથી સારો નફોની લાલચ આપી છેતરપિંડી

Featured Video Play Icon
Spread the love

ગોલ્ડ માઈનમાં ટ્રેડીંગ કરવાથી સારો નફોની લાલચ આપી છેતરપિંડી
આરોપીને હૈદ્રાબાદથી સુરત સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો
જીવન રશ્મિ કૃષ્ણચન્દ્ર રાઉત હૈદ્રાબાદથી ઝડપી પાડ્યો

ગોલ્ડ માઈનમાં ટ્રેડીંગ કરવાથી સારો નફો થશે તેવી લાલચ આપી લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને હૈદ્રાબાદથી સુરત સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે.

સુરતના આધેડને ઓનલાઈન ગોલ્ડ માઈનમાં ટ્રેડીંગ કરવાથી સારો એવો નફો મળશે તેવી લોભામણી વાતો કરી તેઓના વોટ્સએપ પર બનાવટની વેબસાઈટની લીંક મોકલી રજીસ્ટ્રેશન કરાવી તેઓના નામનુ એકાઉન્ટ બીએસજીસી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના આધારે અલગ અલગ બેંક એકાઉન્ટોમાં 16 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી યુએસડીટી બાય સેલ કરતા આધેડના વોલેટમાં પ્રોફીટ સાથે યુએસડીટી બતાવતા હતા જો કે ત્યારબાદ વિડ્રો કરવાની વાત કરતા અલગ અલગ ચાર્જ પેટે વધુરૂપિયાની માંગણી કરી રૂપિયા વિડ્રો ન કરવા દઈ ઠગાઈ આચરી હતી જે મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા જ સાયબર ક્રઈમની ટીમે તપાસ હાથ ધરી એક ઠગ એવા મુળ ઓડિસાનો અને હાલ તેલંગાણા હૈદરાબાદ ખાતે રહેતા જીવન રશ્મિ કૃષ્ણચન્દ્ર રાઉત હૈદ્રાબાદથી ઝડપી પાડ્યો હતો. તો આરોપીના બેંક ખાતામાં ઠગાઈમાં ગયેલા રૂપિયા 15 લાખ ટ્રાન્સફર કરાયા હતાં. તો આરોપીએ ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓને બેંક એકાઉન્ટ કમિશન પર આપ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *