સુરતમાં હુમલો કરી ભાગી છુટેલા આરોપી ઝડપાયો
સગરામપુરા ક્ષેત્રપાળ મંદિર પાસે યુવાન પર હુમલો કરાયો હતો
અઠવા પોલીસે આરોપીને વડોદરાથી ઝડપી પાડ્યો
અઠવા પોલીસ મથકની હદમાં સગરામપુરા ક્ષેત્રપાળ મંદિર પાસે યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી ભાગી છુટેલા આરોપીને અઠવા પોલીસે વડોદરાથી ઝડપી પાડ્યો છે.
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે અઠવા પોલીસ મથકની હદમાં ગત 11 જુનના રોજ ઈશ્વર ઉર્ફે જહાંગીર કોળીની પત્ની સાથે આરોપી સંજય શિવારકર વાતો કરતો હોય જેથી આરોપી તથા ફરિયાદી વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો જેની અદાવત રાખી 13 જુનના રોજ આરોપી સંજય શિરવારકરએ સાંજના સમયે તેના મિત્રો સાથે એક્ટીવા મોપેડ પર આવી ક્ષેત્રપાળ મંદિર નજીક આંતરી ચપ્પુ વડે હુમલો કરી ભાગી છુટ્યો હતો બનાવને લઈ અઠવા પોલીસ મથકે ગુનો નોંધાતા અઠવા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી વડોદરા ખાતે ભાગી ગયેલા આરોપી એવા સંજય જશવંત શિરવાડકરને ઝડપી પાડી સુરત લાવી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી