સુરતના અઠવામાં લગ્નની લાલચે પૂજારીએ મહિલા પર આચર્યું દુષ્કર્મ
બળાત્કાર ગુજારના નરાધમ મંદિરના પુજારી ઝડપાયો
પૂજારીએ લગ્નની ના પાડતાં મહિલાએ નોંધાવી ફરિયાદ
સુરતમાં લગ્નની લાલચે બળાત્કારરની ઘટનાઓમાં વધારો
સુરતની અઠવા પોલીસે પરિણીતા પર લગ્નની લાલચે બળાત્કાર ગુજારના નરાધમ મંદિરના પુજારીને ઝડપી પાડ્યો છે. સુરતમાં લગ્નની લાલચે બળાત્કારરની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.
સુરત શહેરના અઠવા વિસ્તારના નાનપુરા ખાતે રામજીનું મંદિર આવેલું છે આ રામજીના મંદિરમાં મૂળ વિહારના વતની 26 વર્ષીય પૂજારી વિવેક પ્રતિહસ્ત છેલ્લા ત્રણ વર્ષથી પૂજારી તરીકે સેવા આપી રહ્યો હતો. ત્યારે આ જ મંદિરની અંદર નાનપુરામાં જ રહેતી પરિણીત 37 વર્ષીય મહિલા મંદિરમાં છેલ્લા કેટલાક સમયથી સાફ-સફાઈ નું કામ કરતી હતી. ત્યારે સાફ-સફાઈનું કામ કરતી મહિલા પર પૂજારીની દાનત બગડી હતી. પહેલા તો પૂજારીએ મહિલા સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. પ્રેમ સંબંધ બંધાયા બાદ પુજારીએ પરિણીત મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ હતું.