સુરતમાં કારીગરે પીએસઆઈની ખુરસી પર બેસીને ફોટોસેશન કર્યું
ઇન્સ્ટાગ્રામ પર ‘યમરાજ સે અપની યારી હૈ’ ગીત સાથેની પોસ્ટ કરી
વિડીયો વાયરલ થયા બાદ પોલીસે યુવકની ધરપકડ કરી
સુરતના રાંદેર પોલીસ મથકમાં પીએસઆઈની ખુરશી પર બેસી રીલ બનાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડી તેને કાયદાનુ ભાન કરાવતા આરોપીએ માફી માંગી હતી.
રાંદેર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ખુરશી પર બેસીને એક યુવકે ફોટો સેશન કર્યું હતું. ત્યારબાદ ફોટો યુવકે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આ વિડીયોએ પોલીસની આબરૂ ધૂળધાણી કરી દીધી છે. આ યુવક પોતાને ભોળા રાજભર બાહુબલી તરીકે સોશિયલ મીડિયામાં ઓળખાવે છે. અને તેણે માત્ર ફોટો સેશન જ નહીં, પરંતુ ઈન્સ્ટાગ્રામ પર યમરાજ સે અપની યારી હૈ ગીત સાથે વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. જેને હજારોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ મળ્યા હતાં. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે યુવકની ધરપકડ કરી હતી. તો આ યુવક રાત્રિના સમયે પોલીસ સ્ટેશનમાં કલર કામ કરવા ગયો હતો અને તે સમયે તેને વિડીયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ સ્ટેશનમાં યુવકે બે કાન પકડીને વિડીયો બનાવવા બદલ માફી પણ માંગી હતી.
