લીંબડી-સુરેન્દ્રનગર વચ્ચે અંકેવાળીયા નજીક રીક્ષાનો અકસ્માત

Featured Video Play Icon
Spread the love

લીંબડી-સુરેન્દ્રનગર વચ્ચે અંકેવાળીયા નજીક રીક્ષાનો અકસ્માત
અંકેવાળીયા નજીક રીક્ષા પલટી મારતા અફરાતફરી
રીક્ષા અકસ્માતની ઘટનાથી લોકોના ટોળેટોળા એકઠા થયા

લીંબડી સુરેન્દ્રનગર વચ્ચે અંકેવાળીયા નજીક રીક્ષાનો અકસ્માત સર્જાતા રીક્ષા પલ્ટી મારી જવા પામી

સુરેન્દ્રનગર રીક્ષા પલ્ટી ખાઇ જતાં ચાર લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ અકેવાળીયા ગામના રહેવાસીઓ લીંબડી થી અંકેવાળીયા રીક્ષામાં જતા હતાં ત્યારે એકાએક હાઇવે ઉપર ગૌવંશ આવી જતા રીક્ષા અને ગૌવંશનો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા એકાએક ત્રણ થી ચાર ગલોટીયા મારી ગઈ હતી જેમાં સવાર ચાર લોકો ઈજાગ્રસ્ત બન્યા હતાં ત્યારે ઈજાગ્રસ્તોને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે બે લોકોને ગંભીર ઈજા હોવાથી ફરજ પરના ડોક્ટર હર્ષ પટેલ દ્વારા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યાં હતાં ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે MLC નોંધાવા પામી હતી ત્યારે કહી શકાય કે હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *