સુરતના સારોલીમાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો
જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા, લાખોની મત્તા જપ્ત
પોલીસે જુગારધામ પર કાર્યવાહી કરી, વધુ તપાસ હાથ ધરી
સુરતના સારોલી વિસ્તારમાં પોલીસે જુગારના અડ્ડા પર દરોડો પાડી છ જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરતમાં ચાલતા જુગારધામ પર પોલીસ લાલ આંખ કરી બેઠી છે ત્યારે સુરતની સારોલી પોલીસે સારોલી વિસ્તારમાં આવેલ નેચરવેલી સોસાયટી નજીક આવેલા કિષ્નાપાર્ક ઇન્ડસ્ટ્રીઝના પ્લોટના ધાબા ઉપર જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા હતાં. પોલીસે સ્થળ પરથી 5 લાખ 5 હજાર રોકડા, છ મોબાઇલ સહિત કુલ 6 લાખ 25 હજારનો મુદ્દામાલ કબજે કરી છ જુગારીઓ આશિષ લાલાણી, રાજેશ પરસાણીયા, નંદરાય કંટારીયા, સતીષ વિરોજા, અશ્વિન પાનસેરીયા અને મનોજ ગજેરાની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
