સુરતના રાજમાર્ગ પર મેટ્રો કામગીરીથી વેપારીઓની મુશ્કેલી વધી
માર્ગ બંધ થતાં વેપારીઓને ભારે આર્થિક નુકસાનનો આક્ષેપ
વળતર અને એમઓયુ મુદ્દે નિરાકરણ નહીં આવતા વેપારીઓમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી
સુરતના રાજમાર્ગ પર મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી વચ્ચે વેપારીઓની મુશ્કેલી વધી છે. મસ્કતી હોસ્પિટલથી મહીધરપુરા હેડ પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ થતાં કોમર્સ હાઉસ અને આર્યમાન આર્કેડના વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. વળતર ચૂકવણી અને એમઓયુના મુદ્દે લાંબા સમયથી રજૂઆતો છતાં નિરાકરણ નહીં આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે વેપારીઓએ ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો ઉગ્ર ધરણાં-પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીના કારણે સુરતના રાજમાર્ગ પર વેપારીઓની રોજીરોટી પર અસર પડી રહી છે. મસ્કતી હોસ્પિટલથી મહીધરપુરા હેડ પોસ્ટ ઓફિસ સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરાતા કોમર્સ હાઉસ અને આર્યમાન આર્કેડના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોમર્સ હાઉસમાં કુલ 201 દુકાનો, જ્યારે આર્યમાન આર્કેડમાં કુલ 156 દુકાનો છે. વેપારીઓનો આક્ષેપ છે કે અનેક દુકાનદારો સાથે હજુ સુધી એમઓયુની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. ખાસ કરીને કોમર્સ હાઉસના 109 અને આર્યમાન આર્કેડના 104 દુકાનદારોના એમઓયુ છેલ્લા 21 મહિનાથી થયા નથી. વેપારીઓના જણાવ્યા પ્રમાણે મેટ્રો રેલ પ્રોજેક્ટના અધિકારીઓ સાથે અનેક વખત બેઠક યોજાઈ, દસ્તાવેજો અને ફોર્મ પણ રજૂ કરવામાં આવ્યા, છતાં વળતરનો પ્રશ્ન હજુ યથાવત્ છે. ડિમોલેશન બાદ રસ્તા, ડ્રેનેજ અને અન્ય લાઈનોની કામગીરી તેમજ વળતર અંગે કરવામાં આવેલા કરારો અને ખાતરીઓનું યોગ્ય અમલીકરણ નહીં થતું હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો છે. વેપારીઓનું કહેવું છે કે લાંબા સમયથી ધંધો પ્રભાવિત થતાં તેમની આર્થિક સ્થિતિ કથળી રહી છે અને હવે માત્ર આશ્વાસન નહીં, પરંતુ તાત્કાલિક વળતર જોઈએ છે. જો ટૂંક સમયમાં વળતરનો પ્રશ્ન ઉકેલવામાં નહીં
