રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યુ
વિજયભાઈ અમર રહો”ના નારા લાગ્યા,
ગુલાબની પાંખડીઓ-દીપ પ્રગટાવી લોકોએ શ્રદ્ધાંજલિ આપી
12 જૂનની બપોરે 1 વાગ્યાને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2ડી પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું. પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું ડીએનએ મેચ થયું હતું. રૂપાણી પરિવારને પાર્થિવદેહ સોંપવામાં આવ્યો છે. હવે પરિવાર એરપોર્ટ માર્ગે રાજકોટ પહોંચી ગયો છે. અહીં રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મૌત થયા બાદ આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવદેહ પોતાના ટ્રસ્ટ બિલ્ડીંગ ખાતે પહોંચ્યો છે. શ્રી પૂજિત મેમોરિયલ ટ્રસ્ટ ખાતે મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મોટી સંખ્યામાં પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. જેમાં બાળકો સહિત રહેવાસીઓ અને મેમોરિયલ ટ્રસ્ટના કર્મચારીઓ મોટી સંખ્યામાં વિજયભાઈ રૂપાણીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીનો પાર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર અપાયું અને રાજકીય સમ્માન પણ અપાયું છે, વિજયભાઈ રૂપાણી ના પત્ની અંજલિ બેન વિદાય આપતા ભાવુક થયા હતા જયારે પુત્ર ઋષભે પત્રકાર પરિષદ યોજી તંત્ર સહિતનો આભાર માની વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે
આ વસમી વિદાય જોઈને સૌકોઈની આંખો ભીની હતી અને જેમણે પોતાનાં પ્રિયજનોના દેહના ટુકડા પાછા ફરતા જોયા હોય, તેમની વેદના તો કલ્પી પણ ન શકાય. ખરેખર, આવી હૃદય ચીરનાર વિદાય કોઈને ન મળે, રૂપાણી પરિવાર માટે આ કેટલી અફસોસજનકની ઘડી હતી કે તેઓ વિજયભાઈનું છેલ્લીવાર મોઢું પણ જોઈ ન શક્યા. જ્યારે પુત્રીએ તો ધ્રુસકે ધ્રુસકે રડીને પિતાને છેલ્લીવાર માથું ટેકવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ દૃશ્યો જોઈને ભાવુક થયા અને ધ્રૂજતા હાથે તેમણે વિજયભાઈને અંતિમ વિદાય આપી. અંતિમયાત્રાને લઈને ખાસ શબવાહિની તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજકોટ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઊંટી, પુના તેમજ અલગ અલગ જગ્યાએથી ફૂલો લાવવામાં આવ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી