સુરતની પુણા પોલીસે રીઢા વાહન ચોરને ઝડપ્યો
ચોર કુલદીપ લાલજી જોગીયાને ઝડપી પાડ્યો
ચોરાયેલ મોપેડ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી
સુરતની પુણા પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી મોપેડ કબ્જે કરી હતી.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મિણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશરની સુચાને લઈ પીઆઈ વીએમ દેસાઈની ટીમ પીએસઆઈ પીએલ કળથીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો ભાવેશભાઈ અને અનાર્મ લોક રક્ષક રત્નાભાઈને મળેલી બાતમીના આધારે પુણા પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી મોપેડ સાથે રીઢા વાહન ચોર કુલદીપ લાલજી જોગીયાને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મોપેડ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
