સુરતના ડુમ્મસમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીના આપઘાતની ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરતના ડુમ્મસમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીના આપઘાતની ઘટના
યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં વિસ્તારમાં ચકચાર
યુવાઓમાં વધતા માનસિક દબાણ અંગે પ્રશ્નો ઉભા કર્યા

સુરતના ડુમ્મસ વિસ્તારમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીના આપઘાતની ઘટના સામે આવી છે. યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

સુરતના ડુમ્મસ વિસ્તારમાં એક કરૂણ ઘટના બની છે, જ્યાં દસમામાં ભણતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. માહિતી મુજબ વિદ્યાર્થીનીએ આપઘાત પહેલાં પોતાના ઓળખીત વ્યક્તિ સાથે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ તેણે આ ગંભીર પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ બાબતની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થશે. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. હાલ પોલીસ સમગ્ર મામલે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. આ ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા ફેલાવી છે અને યુવાઓમાં વધતા માનસિક દબાણ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *