શહેરમાં છઠ પૂજા ઉપર તાપી નદીના કિનારે પાણી ફરી વળ્યા
કમોસમી વરસાદનું વિધ્ન છઠ પૂજા માં નડયું,
કોઝવે પાસે પર પાણી ફરી વળ્યા
સુરત જેને ‘મિની ભારત’ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં દિવાળી પછી ઉત્તર ભારતીયોનો આસ્થાનો મહાપર્વ છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે. લાખો પરપ્રાંતીય લોકોનું નિવાસસ્થાન એવા સુરતમાં તાપી નદીના કિનારે આ પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે વરસાદ પડતા સુરત શહેરમાં છઠ પૂજા ઉપર તાપી નદીના કિનારે પાણી ફરી વળ્યો હતો.
મિની ભારત’ તરીકે ઓળખાતા સુરત શહેરમાં દિવાળી પછી ઉત્તર ભારતીય સમુદાયનો મુખ્ય આસ્થાનો મહાપર્વ છઠ પૂજાની ભવ્ય ઉજવણી તાપી નદીના કિનારે કરવામાં આવી છે પરંતુ બિહાર વિધાનસભાની ચૂંટણીને કારણે મોટી સંખ્યામાં લોકો તેમના મૂળ નિવાસસ્થાને ચૂંટણીમાં મતદાન કરવા ગયા હોવાને કારણે આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આ ચાર દિવસીય મહાપર્વની તૈયારીઓ ‘બિહાર વિકાસ મંડળ’ દ્વારા કરવામાં આવી છે. સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની આરાધના માટે તાપી નદીના કિનારે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જોકે, શહેરમાં થયેલા કમોસમી વરસાદને કારણે તાપી નદીના કિનારે પાણી ફરી વળવાની ઘટનાએ પણ આ પર્વમાં ખલેલ પહોંચાડ્યો છે સુરત શહેર લાખો પરપ્રાંતીય લોકોનું નિવાસસ્થાન છે અને અહીં છઠ પૂજાની ઉજવણી ખૂબ જ ધામધૂમથી થાય છે. છઠ પૂજાની આ ઐતિહાસિક પરંપરાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન તરફથી પણ તાપી નદી કિનારે સુરક્ષા અને સફાઈની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
