સુરતમાં અસામાજિક તત્વોની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ
ચોક બજાર પોલીસ મથકની હદમાં યુવાનની હત્યા
મૃતકનો પણ ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું
સુરતમાં હત્યા સહિતના બનાવોમાં વધારો થતા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સીધી તરાપ અસામાજિક તત્વો મારી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં યુવાનની હત્યાને લઈ ચકચાર મચી જવા પામી હતી.
સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ચોકબજાર વિસ્તારમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી કલ્પેશ પારઘી નામના યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. ચોકબજાર વિસ્તારમાં અજાણ્યા હત્યારાઓએ કલ્પેશ પારઘી નામના યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓના પગલે યુવકનું મોત થયું હતું. હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા છે. મૃતકનો પણ ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ચોકબજાર પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
