નવા માઢિયા ગામે પ્લોટ ફાળવણી મુદ્દે ગ્રામજનોમાં આક્રોશ
નટ બજાણીયા સમાજને 27થી વધુ પ્લોટ ફાળવાતા વિરોધ
ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના પ્લોટ ફાળવ્યાનો આક્ષેપ
પ્લોટ ફાળવણી રદ કરવાની ગ્રામજનોની માંગ
નટ બજાણીયા સમાજને અન્યત્ર પ્લોટ ફાળવવા માંગ
ભાવનગર જિલ્લાના હાલ પંથકમાં આવેલ નવા માટિયા ગામે વિચરતી પ્રજાતિના લોકોને ગામના લોકોને જાણ કર્યા વગર પ્લોટની ફાળવણી કરી દેતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ઠલાયો છે અને પ્લોટ ન ફાળવવા માંગ કરી છે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા ભાલ પંથકમાં આવેલ નવા માટિયા ગામે ભાવનગર શહેરમાં રહેતા વિચરતી પ્રજાતિના નટ બજાણીયા પરિવારના લોકોને પ્લોટ ની ફાળવણી કરી દેતા નવા મઢિયા ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો છે નવા મઢિયા ગામના લોકોને વિશ્વાસમાં લીધા વિના જ પ્લોટની ફાળવણી કરી દેતા ગ્રામજનો રોષે ભરાયા છે લોકોનું કહેવું છે કે ગામમાં જરૂરી પ્રાથમિક સવલતોની તાતી જરૂરિયાત છે અને છેલ્લા 50 વર્ષ કરતાં વધુ સમયથી ગામમાં શાળા સહિતની જરૂરિયાત હોવા છતાં આવી પાયાકીય જરૂરિયાતો સંતોષવાને બદલે નટ બજાણીયા સમાજને 27 થી વધુ પ્લોટની ફાળવણી કરી કલેક્ટરે ગ્રામજનો સાથે અન્યાય કર્યો છે અને આ સંદર્ભે ગ્રામજનોને જાણ સુદ્ધાં કરવામાં નથી આવી આથી આ ફાળવણી રદ કરવામાં આવે અને નટ બજાણીયા સમાજને કોઈ અન્યત્ર જગ્યાએ પ્લોટ ફાળવવામાં આવે ગામમાં ગ્રામજનો ની જરૂરિયાતને પ્રથમ પ્રાધાન્યતા આપવામાં આવે એવી માંગ સાથે આજે નવા માઢીયા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈને જિલ્લા કલેકટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું..
