સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડનો પર્દાફાશ કર્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડનો પર્દાફાશ કર્યો
ફરિયાદી પાસેથી 1 કરોડ 52 લાખ 63 હજાર 198 રૂપિયા પડાવી લેવાયા
દ્વારકાના ખંભાળિયાથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી

સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસે કરોડો રૂપિયાના ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડનો પર્દાફાશ કર્યો હોય તેમ શેર માર્કેટ અને ડોલરમાં રોકાણ કરાવી વધુ વળતરની લાલચ આપી ફરિયાદી પાસેથી 1 કરોડ 52 લાખ 63 હજાર 198 રૂપિયા પડાવી લેવાયા હતા. આ કેસમાં ટેક્નિકલ તપાસના આધારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

સુરત સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીનો વોટ્સએપ મારફતે સંપર્ક કરી શેર માર્કેટ અને ડોલરમાં રોકાણ કરવાથી વધુ વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ ફેક વેબસાઈટની લિંક મોકલી ટ્રેડિંગ એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને અલગ-અલગ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતાં. ફરિયાદીના ટ્રેડિંગ એકાઉન્ટમાં નફો દેખાડી રૂપિયા ઉપાડવા માટે અલગ-અલગ ચાર્જના નામે વધુ રકમ માંગવામાં આવી હતી. આખરે ફરિયાદીના કુલ 1,52,63,198 રૂપિયા પરત ન આપી ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી.

સાયબર ક્રાઈમની ટીમે ટેક્નિકલ તપાસના આધારે ખંભાળિયા ખાતે આરોપી રિયાઝ ઉર્ફે શોયબને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી કમિશનના બદલામાં બેંક એકાઉન્ટ મેળવી સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાવવામાં સામેલ હતો. પોલીસે લોકોને સાવચેત રહેવા અને સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ તાત્કાલિક 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરવાની અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *