સાગબારા દેવમોગરા મંદિરનો વિવાદિત વીડિયો સામે આવતા રોષ,
ડિમ્પલ વસાવાએ આદિવાસી સમાજની માફી માંગી
મંદિર પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા અને નિયમોના પાલન સામે સવાલો
નર્મદા જિલ્લાના સાગબારા સ્થિત આદિવાસીઓની કુળદેવી દેવમોગરા માતાજીના મંદિરમાં પ્રતિમા પર પૈસા ઉડાડવાનો વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કિન્નર ડિમ્પલ વસાવાએ આદિવાસી સમાજની જાહેરમાં માફી માંગી છે
નર્મદા જિલ્લાના સાગબારામાં આવેલા આદિવાસી સમાજની આસ્થાના કેન્દ્ર સમાન દેવમોગરા માતાજીના મંદિરમાંથી એક મોટો વિવાદ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા સેલિબ્રિટી કિન્નર ડિમ્પલ વસાવાએ આદિવાસી સમાજની જાહેરમાં માફી માંગવી પડી છે. બનાવની વિગત એવી છે કે, દેવમોગરા મંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર સખત પ્રતિબંધ હોવા છતાં, ડિમ્પલ વસાવાએ ગર્ભગૃહમાં માતાજીની પ્રતિમા પર પૈસા ઉડાડ્યા હતા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. પરંતુ આ ઘટના બાદ મંદિર પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા અને નિયમોના પાલન સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે.
આ વીડિયો વાયરલ થતાં જ આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. સમાજના લોકોએ આ કૃત્યને આસ્થાનું અપમાન ગણાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ચારેય તરફથી ઘેરાયા બાદ અને વિવાદ વધતા, ડિમ્પલ વસાવાએ તાત્કાલિક એક નવો વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેઓ હાથ જોડીને આદિવાસી સમાજની લાગણી દુભાવવા બદલ ક્ષમાયાચના કરી રહ્યા છે અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની ખાતરી આપી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
