સુરત ડિંડોલીમાં આરજેડી પ્લાઝાની હોટેલમાં યુવાનનું અચાનક મોત

Featured Video Play Icon
Spread the love

સુરત ડિંડોલીમાં આરજેડી પ્લાઝાની હોટેલમાં યુવાનનું અચાનક મોત
મહિલા મિત્ર સાથે હોટેલ પહોંચેલા આકાશ પવાર જમીન પર ઢળી પડ્યો
પ્રાથમિક તબક્કે કાર્ડિયાક અરેસ્ટની આશંકા વ્યક્ત કરવામાં આવી

સુરતના ડિંડોલીમાં આવેલી આરજેડી પ્લાઝાની હોટેલમાં ચેક-ઈન દરમિયાન યુવાનનું અચાનક મોત થતાં ચકચાર મચી છે. મહિલા મિત્ર સાથે હોટેલ પહોંચેલા આકાશ પવાર રિસેપ્શન કાઉન્ટર પર આઈડી આપતી વખતે અચાનક જમીન પર ઢળી પડ્યા હતાં.

સુરતના ડિંડોલી ખાતે આવેલ આરજેડી પ્લાઝાની હોટલમાં ચેકઈન દરમિયાન એક યુવાન અચાનક ઢળી પડતાં હોટેલ સ્ટાફ અને મહિલા મિત્રમાં દોડધામ મચી ગઈ હતી. આકાશ પવાર બેભાન થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે કાર્ડિયાક અરેસ્ટની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. સમગ્ર ઘટના હોટેલના સીસીટીવીમાં કેદ થઈ છે. ડિંડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *