સુરત : રિક્ષામાં મુસાફર હોવાના સ્વાંગમાં ચોરી કરતી ટોળકી ઝડપાઇ

Featured Video Play Icon
Spread the love

સુરત : રિક્ષામાં મુસાફર હોવાના સ્વાંગમાં ચોરી કરતી ટોળકી ઝડપાઇ
ક્રાઈમ બ્રાન્ચની ટીમે સોનાની લગડીની ચોરી કરનાર હરિયાણાની ટોળકીને ઝડપી પાડ્યો

સુરતના મહિધરપુરા પોલીસ મથકની હદમાં રિક્ષામાં મુસાફરના પર્સમાંથી સોનાની લગડીની ચોરી કરનાર હરિયાણાની ટોળકીને ક્રાઈમ બ્રાનચે ઝડપી પાડી છે.

સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે ગત 22મી ઓગષ્ટના રોજ ફરિયાદી બેંક લોકરમાંથી સોનાની ચાર લંગડી લઈ રીક્ષામાં વેંચવા માટે જઈ રહ્યા હતા ત્યારે વરાછાથી ભાગળ ચાર રસ્તા વચ્ચે રીક્ષામાં અજાણી મહિલાઓએ તેઓની નજર ચુકવી તેઓના પર્સમાંથી 32 લાખથી વધુની કિંમતની સોનાની ચાર લગડી ચોરી લીધી હતી જે અંગે મહિધરપુરા પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુળ હરિયાણાની અને ચોર ટોળકીની બે મહિલા પુષ્પા રામપાલ ચમાર તથા રેખા પવન પદમ ચમાર સાથે શરીફ એહમદ રમઝાન ફકીર, સંજય રામપાલ ચમાર અને પવન પદમ ચમારને ઝડપી પાડી તેઓ પાસેથી ત્રણ મોબાઈલ કબ્જે કરી તેઓનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *