સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ
ભેસતાનમાં સોફાના કારખાનામાં ભીષણ આગ
આગમાં મોટી માત્રામાં નુકશાન થયુ હોવાનું અનુમાન
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભર ચોમાસે ભેસતાનમાં સોફાના કારખાનામાં ભીષણ આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.
સુરતમાં ફરી ભેસ્તાનમાં સોફાના કારખાનામાં ભીષણ આગ લાગી હતી. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મહાવીર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સોફાના કારખાનામાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં 5 થી 6 ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમતે ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં કઈ જાનહાની થઈ ન તી જો કે આગમાં મોટી માત્રામાં નુકશાન થયુ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે.
