ભરૂચની સિવિલના 7 મા માળે 150 વોર્ડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો,
દહેજ ખાતે દરિયા પટ્ટી ઉપર મરીન પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો
ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ સજ્જ થતા આરોગ્ય કર્મચારીઓની રજા રદ.
સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ કરાયા શરૂ.
આગામી સમયમાં મેગા રક્તદાન કેમ્પ યોજાશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના તણાવભર્યા માહોલને લઇ ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રની સૂચનાથી સિવિલ હોસ્પિટલમાં 150 બેડનો ઇમરજન્સી વોર્ડ સજ્જ કરી દેવાયો છે. દેશમાં હાઇ એલર્ટના પગલે ગુજરાત રાજ્યમાં પણ તમામ સરકારી અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દેવાઇ છે. સાથે કોઈ પણ સ્થિતિમાં હેડકવોટર્સ નહી છોડવા માટેના આદેશ અપાયા છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના તણાવભર્યા માહોલને લઇ ભરૂચ જિલ્લામાં દહેજ ખાતે દરિયા પટ્ટી ઉપર મરીન પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરાએ જણાવ્યું હતું કે, આદેશ મુજબ તમામ આરોગ્ય કર્મીઓ અને અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દેવાઇ છે. જિલ્લામાં અમારી પાસે એમ્બ્યુલન્સ, જરૂરી દવાઓ એનો જથ્થો અમારી પાસે ઉપલબ્ધ છે. આગામી 15મીએ મેગા રકતદાન શિબિર કરાશે. સિવિલ હોસ્પિટલના ર્ડા. કિરણ સી પટેલ, ચીફ મેડિકલ ડાયરેક્ટર મિતેશ સી શાહની આગેવાનીમાં તૈયારી કરી દેવામાં આવી છે
એલર્ટને પગલે હોસ્પિટલમાં વીજળી માટે અન્ય સ્ત્રોતની વ્યવસ્થા રાખવાણી સૂચના સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજવા, દવાનો સ્ટોક રાખવો, ખાનગી હોસ્પિટલના ડૉક્ટર્સ સાથે સંકલન રાખવાની પણ સૂચના આપી છે તેમજ તૈયારીના ભાગ રૂપે ભરૂચ હોસ્પિટલના 7 મા માળે સ્પેશિયલ વોર્ડ બનાવાયો છે જ્યાં 150 બેડની વ્યવસ્થા કરીને સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો ચેહ અને ઓક્સિજન પ્લાન્ટ, જનરેટર ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી