સુરતમાં કમોસમી વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
ધોધમાર વરસાદે સુરત જળમગ્ન
કમોસમી વરસાદથી સુરત અસ્તવ્યસ્ત
વાહન ચાલકોને ભારે હાલાકી
સુરતમાં અચાનક આવેલા વાતાવરણમાં પલ્ટા અને હવામાન વિભાગની આગાહીને લઈ પડેલા ધોધમાર વરસાદને લઈ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સુરતમાં ભારે વરસાદ ને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતાં. તો કમોસમી વરસાદે સમગ્ર સુરત શહેરને ધમરોળ્યુ હતું. સુતરના ઉધના, પાંડેસરા, સચિન, લીંબાયત, મજુરાગેટ, અઠવાગેટ, કાપોદ્રા, વરાછા, અડાજણ, વેસુ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતાં. સુરતના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા અનેક વાહનો ફસાયા હતાં. તો વાહનો બંધ પડતા ચાલકોને ધક્કા મારવાનો વારો આવ્યો જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
