સુરત અડાજણ પોલીસની કાર્યવાહી
ખોટા દસ્તાવેજો બનાવી લોન લેતી મહિલા ઠગ ઝડપાઈ
અડાજણ પોલીસે મહિલા ઠગની ધરપકડ કરી
સુરતની અડાજણ પોલીસે મિલ્કત હયાત જ ન હોય તેના ખોટા દસ્તાવેજો બનાવી લોન લઈ ઠગાઈ આચરનાર ઠગ મહિલાને ઝડપી પાડી છે.
સુરતમાં ઠગાઈના અવનવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે સુરતની અડાજણ પોલીસે મિલ્કત વાસ્તવમાં હયાત ન હોવા છતા તેના ખોટા દસ્તાવેજો બનાવી તેના પર લોન મેળવી લોનની રકમ ભરપાઈ કર્યા વગર બેંક સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીઓમાં કતારગામ ખાતે આવેલ ઉદય નગર ખાતે રહેતી મહિલા આરોપી અનિતાબેન જીતેન્દ્ર મનોહર બાબરીયાને અડાજણ પોલીસે ઝડપી પાડી તેની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
