મોરબી મહાપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં વિરોધનો સૂર

Featured Video Play Icon
Spread the love

મોરબી મહાપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં વિરોધનો સૂર
વોર્ડ નંબર 3 માં આયાતી ઉમેદવાર સામે કાર્યકરોનો વિરોધ
ઓબીસી બેઠક પર સ્થાનિકને ટિકિટ આપવા માંગ

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 3 માં ઓબીસી અનામત બેઠક પર ‘આયાતી’ ઉમેદવારને ટિકિટ આપવાની ચર્ચા સામે સ્થાનિક કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. કાર્યકર્તાઓએ શહેર, જિલ્લા અને પ્રદેશ ભાજપ સમક્ષ લેખિત રજૂઆત કરી છે.

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3 માં OBC અનામત બેઠક પર કાર્યકર્તાઓની મુખ્ય માંગ છે કે OBC અનામત બેઠક પર સ્થાનિક કાર્યકર્તાને જ ટિકિટ આપવામાં આવે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં મળે, તો પક્ષને ચૂંટણીમાં નુકસાન થશે. મોરબી મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો માટે આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. આ માટે વિવિધ અનામત બેઠકો પણ જાહેર થઈ ચૂકી છે. ભાજપ દ્વારા ત્રણ દિવસ પહેલા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 52 બેઠકો માટે 427 જેટલા આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી.

વોર્ડ નંબર 3 માં OBC અનામત બેઠક પર ચૂંટણી લડવા માટે અનેક સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ ટિકિટની માંગણી કરી છે. જોકે, આ બેઠક પર બહારના ઉમેદવારને મૂકવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે સ્થાનિક કાર્યકર્તાઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ નારાજગીના પગલે, વોર્ડ નંબર 3 ના ભાજપ કાર્યકર્તાઓએ ફરીથી મોરબી શહેર ભાજપ, જિલ્લા ભાજપ અને ગુજરાત પ્રદેશ ભાજપને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, જો બહારના કોઈ આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે, તો સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવશે અને પક્ષને વોર્ડમાં નુકસાન થશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *