સુરતમાં વરસાદી માહોલ જામ્યો
પ્રિમોન્સુન પાલિકાની કામગીરીની પોલ ખોલી
ઉત્રાણ પોલીસ સ્ટેશનની આસપાસ પાણી ભરાયા
ગટરોની સાફ-સફાઈના અભાવના કારણે પરિસ્થિતિ ઊભી થઈ
સુરતમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી હોય તેમ ઉત્રાણ પોલીસ સ્ટેશનની આસપાસ પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ છે.
સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર ચાલતી હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે ચોમાસાની શરૂઆતમાં સામાન્ય એવા વરસાદમાં જ અલગ અલગ જગ્યા પર પાણી ભરાવવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનની આસપાસ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. સામાન્ય વરસાદમાં ઉતરાણ પોલીસ સ્ટેશનની આજુબાજુમાં પાણી ભરાયા હતાં. ગટરોની સાફ-સફાઈના અભાવના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હોવાનુ સ્થાનિકોએ કહ્યુ હતું. તો પોલીસ સ્ટેશનના કર્મચારી કે પછી અરજદારોને પાણીમાંથી પસાર થઈ પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો છે.