સુરતમાં દારૂના અડ્ડા પર વીજીલન્સ ટીમના દરોડા
પોલીસે દારૂના જથ્થા સાથે ત્રણને ઝડપી પાડ્યા
પોલીસે 7 લાખ 48 થી વધુની મત્તા કબ્જે કરી
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાપોદ્રા પોલીસ મથકની હદમાં સ્નેહમુદ્રા સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડી દારૂના જથ્થા સાથે ત્રણને ઝડપી પાડ્યા હતાં.
સુરતમાં દારૂની બદી દુર કરવા માટે પોલીસ મથી રહી છે જો કે કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાપોદ્રા પોલીસ મથકની હદમાં સ્નેહમુદ્રા સોસાયટીમાં દરોડા પાડ્યા હતાં. અને ત્યાં ખુલ્લા પ્લોટમાં ચાલતા દારૂના અડ્ડા પરથી મુકેશ ઓમપ્રકાશ શર્મા, વિજય પુનમચંદ સેન્દાની અને નાસીર મુખત્યાર અંસારીને ઝડપી પાડ્યા હતાં. પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો, મોબાઈલ અને રોકડ સહિત 7 લાખ 48 થી વધુની મત્તા કબ્જે કરી હતી. જ્યારે દારૂનો જથ્થો આપનાર કિરિટ સીરોયાને વોન્ટેજ જાહેર કર્યો હતો.