રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ

Featured Video Play Icon
Spread the love

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ
નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે નવસારી મહાનગરપાલિકા ચૂંટણી પૂર્વે શહેરમાં ભાજપ દ્વારા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં રાજ અમ્પાયર ખાતે નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈના વરદ હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યાલય મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે, જેથી કાર્યકરો અને મતદારો સાથે સરળતાથી સંપર્ક સાધી શકાય તેમજ સંગઠનાત્મક પ્રવૃત્તિઓને ગતિ મળી રહે. કાર્યાલયમાં આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહે મહાનગરપાલિકા ચૂંટણીમાં બહુમતીથી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી કન્વીનર અશોક ધોરાજીયા સહિત ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉમેદારો તથા કાર્યકરો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *