સુરતની વરાછા પોલીસે ફરાર રીઢા સ્નેચરનેઝડપ્યો
મોબાઇલ સ્નેચિંગના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર સ્નેચર
આરોપી શુભકરણ રાજમન વિશ્વકર્માને ઝડપી પાડ્યો
સુરતની વરાછા પોલીસે મોબાઇલ સ્નેચિંગના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર રીઢા સ્નેચરને ઝડપી પાડી સળયી પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોતના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચોરી, મોબાઇલ સ્નેચિંગ અને અન્ય મિલકત સંબંધિત ગુનાઓના ભેદ ઉકેલવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે અદિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોકકુમાર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ એઆર વાળાની ટીમ પીએસઆઈ એમજી કરડાણી સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો પૃથ્વીરાજસિંહ અને નામદેવસિંહને મળેલી બાતમીના આધારે તથા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા આરોપી શુભકરણ રાજમન વિશ્વકર્માને ઝડપી પાડ્યો હતો. તો ઝડપાયેલા આરોપીએ કબુલાત કરી હતી કે તેણે સાથીદાર સાથે મળીને વન પ્લસ કંપનીનો મોબાઇલ ફોન સ્નેચિંગ કર્યો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી છેલ્લા અંદાજે દોઢ વર્ષથી ફરાર હતો અને પોલીસથી બચવા માટે સતત સ્થળ બદલતો હતો. હાલ તો વરાછા પોલીસે રીઢાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
