માંડવીમાં કેસરિયા નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયુ
આ પ્રસંગે અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા
માંડવી નગરમાં આવેલ તાપી મૈયા ના રમણીય તટે માં આદ્યશક્તિ અંબે મા ના નવલી નવરાત્રી નિમિત્તે કેસરિયા નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયુ. જેનો શુભારંભ કરાયો.
માંડવી નગરમાં તાપી મૈયા ના રમણીય તટે આદ્યશક્તિ માંના નવલી નવરાત્રી કેસરિયા નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેની સ્થાપના બપોરના 12:00 કલાકે સાંસદ પ્રભુભાઈ વસાવા, પન્નાબેન વસાવા, મિહિરભાઈ વસાવા તેમજ કેસરિયા ગરબા ગ્રુપ દ્વારા કળશની સ્થાપના કરવામાં આવી હતી રાત્રે 9:30 કલાકે ઓરકેસ્ટ્રા ના સથવારે સંસદ પ્રભુભાઈ વસાવા તેમજ મિહિરભાઈ વસાવા તથા દાતાઓ દ્વારા તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ઓરકેસ્ટ્રા ના સથવારે ખેલૈયાઓ ગરબા ના તાલે ઝુમી ઉઠ્યા હતા નવલીનવરાત્રિ ની મિહિર ભાઈ વસાવા એ સૌને આદ્યશક્તિ અંબેમાના નવલીનવરાત્રી પર્વની શુભકામના પાઠવી હતી અને સર્વે ખેલૈયાઓ માટે નવરાત્રી દરમિયાન પ્રોત્સાહિત ઈનામ રાખેલ છે જેથી તમામ ખેલૈયાઓએ સુંદર રીતે ગરબે ઝૂમી ઇનામ મેળવે એવી આશા વ્યક્ત કરી હતી.
