સુરતના સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં ચોકીનું ઉદઘાટન
ડાયમંડ પાર્ક પોલીસ ચોકીનું પોલીસ કમિશનરના હસ્તે ઉદઘાટન
સુરતના સચીન જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં ડાયમંડ પાર્ક પોલીસ ચોકીનું સુરત પોલીસ કમિશનરના હસ્તે ઉદઘાટન કરાયુ હતું.
સુરત શહેર સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાયમંડ પાર્ક પોલીસ ચોકી બનાવવામાં આવી છે. ડાયમંડ પાર્ક પોલીસ ચોકીનું લોકાર્પણ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે કરવામાં આવ્યુ હતું. તો આ પ્રસંગે સુરત પોલીસ ના અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.