સુરત ડિંડોલીની સર્વેલન્સ ટીમે નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ડિંડોલીની સર્વેલન્સ ટીમે નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
વડોદરાના સયાજીગંજ પોલીસ મથકમાં ચોરીના ગુના
સોહેલ ઉર્ફે મનુ આસિફખાન પઠાણને ઝડપી પાડ્યો

સુરતના ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં તથા વડોદરાના સયાજીગંજ પોલીસ મથકમાં ચોરીના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત શહેર પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે આપવામાં આવેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભેસ્તાન આવાસ વિસ્તારમાંથી સોહેલ ઉર્ફે મનુ આસિફખાન પઠાણને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સામે વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેમજ સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીના અનડીટેક્ટ ગુનાઓ નોંધાયેલા હતા. હાલ તો ડિંડોલી પોલીસે આરોપીનો કબ્જો જહાંગીરપુરા અને વડોદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *