સુરતમાં ગરીબ-મધ્યમ વર્ગ માટે પાલિકાનો મહત્વનો નિર્ણય

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ગરીબ-મધ્યમ વર્ગ માટે પાલિકાનો મહત્વનો નિર્ણય
શહેરના વિવિધ વિસ્તારોમાં 8,482 નવા આવાસો બનાવાશે
આવાસ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગને મળશે લાભ

સુરતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હોય તેમ પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 8,482 નવા આવાસોનું નિર્માણ કરવામાં આવશે, સાથે જ નાના-મોટા ધંધાર્થીઓ માટે 72 દુકાનો પણ બનાવવામાં આવશે.

સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નવા આવાસો બનાવવાનું આયોજન કરાયુ છે. 8,482 આવાસોનું નિર્માણ થશે, જેમાં 1 બીએચકેના 5,292 ફ્લેટ બનાવવામાં આવશે. દરેક 1 બીએચકે ફ્લેટનું ક્ષેત્રફળ આશરે 36 ચોરસ મીટર રહેશે. આ આવાસો સનિયા હેમાદ, કોસમાડા, પાલ, વડોદ, જહાંગીરાબાદ, વરિયાવ, મોટા વરાછા અને કોસાડ સહિતના વિસ્તારોમાં બનાવવામાં આવશે. આ ઉપરાંત નાના-મોટા ધંધાર્થીઓને વ્યવસાય માટે 72 નવી દુકાનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ આવાસ માટેના ફોર્મ પેટે અરજદારો પાસેથી 20 હજાર રૂપિયા લેવામાં આવતા હતા. હવે આ ફોર્મ ફી ઘટાડીને માત્ર 7,500 રૂપિયા કરવામાં આવી છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોસાય તેવા આવાસ મળી રહે તે દિશામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *