સુરતમાં ડેપ્યુટી મુખ્યમંત્રીની હાજરીના કાર્યક્રમમાં એક્સપાયરી પાણીની બોટલોનો આક્ષેપ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ડેપ્યુટી મુખ્યમંત્રીની હાજરીના કાર્યક્રમમાં એક્સપાયરી પાણીની બોટલોનો આક્ષેપ
કેટલાક જીજેઇપીસી કાર્યક્રમમાં એક્સપાયરી ડેટની બોટલો મુકાઈ હોવાનો વીડિયો
30 માર્ચ 2026ના પેકિંગ, 29 સપ્ટેમ્બર 2026ની એક્સપાયરી ડેટ

સુરતમાં ડેપ્યુટી સીએમની હાજરીમાં યોજાયેલા કેટલાકજીજીઈપીસીના કાર્યક્રમમાં જ એક્સપાયરી ડેટની પાણીની બોટલો મુકાઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. 30 માર્ચ 2026ના પેકિંગ અને 29 સપ્ટેમ્બર 2026ની એક્સપાયરી ડેટ ધરાવતી બોટલો કાર્યક્રમમાં પીરસાઈ હોવાના આક્ષેપથી ફૂડ સેફ્ટીના નિયમો સામે સવાલો ઉઠ્યા છે.

સુરતમાં જીજીઈપીસીના કાર્યક્રમમાં એક્સપાયરી ડેટની પાણીની બોટલો મુકાઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાતી બોટલ પર 30 માર્ચ 2026ની પેકિંગ તારીખ અને 29 સપ્ટેમ્બર 2026ની એક્સપાયરી ડેટ દર્શાવાઈ રહી છે. એટલે કે 29 સપ્ટેમ્બર બાદ આ પાણી પીવા માટે યોગ્ય ન હોવા છતાં કાર્યક્રમમાં બોટલો મુકાઈ હોવાનો આક્ષેપ છે. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં રાજ્યના ડેપ્યુટી સીએમની હાજરી હતી. આથી વીઆઇપી કાર્યક્રમમાં પીવાના પાણીની ગુણવત્તા અને ફૂડ સેફ્ટી અંગે વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે કાર્યક્રમોમાં પીરસાતા પાણીની ચકાસણીને લઈને પણ હવે સવાલો ઉઠી રહ્યા છે. એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલી પાણીની બોટલો કાર્યક્રમ સ્થળ સુધી પહોંચી કેવી રીતે? બોટલોની ખરીદી અને સપ્લાય સમયે ચકાસણી થઈ હતી કે નહીં? અને સૌથી મહત્વનો સવાલ આ બોટલો પીરસવાની મંજૂરી કોણે આપી? હવે સમગ્ર મામલે તંત્ર તપાસ કરીને જવાબદાર સામે શું કાર્યવાહી કરે છે, તેના પર સૌની નજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *