સુરત ઈટાલિયાએ પદયાત્રાની જાહેરાત
સુરત જિલ્લા ઉદ્યોગના અધિકારીઓ સફાળા જાગ્યા
રત્નકલાકારોના 50,241 બાળકોને શિક્ષણ માટેની
ફી સહાય 15 દિવસમાં ચૂકવવાની જાહેરાત
રત્નકલાકારોના બાળકોની શિક્ષણ ફી સહાયને લઈ આપ દ્વારા રેલી યોજાઈ હતી. સરકાર દ્વારા શિક્ષણ સહાય આપવાની જાહેરાત કરાતા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા રત્નકલાકાર અધિકાર યાત્રાનુ આયોજન કરાયુ હતું. જો કે 27મીએ યાત્રા યોજાઈ તે પહેલા ગુજરાત સરકાર દ્વારા રત્નકલાકારોના બાળકોની શિક્ષણ ફી સહાય જાહેર કરી હતી. પત્રકાર પરિષદમાં જિલ્લા ઉધ્યોગ કેન્દ્ર દ્વારા 50 હજારથી વધુ રત્નકલાકારોના બાળકોની ફી જાહેર કરી હતી. જેને લઈ આજે આપ દ્વારા યોજાયેલી રેલીમાં ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી. તો સાથે સુરત આપ પાર્ટી દ્વારા રત્નકલાકારોને તેઓના અધિકાર માટે આગળ આવવા પણ અપીલ કરી હતી.
