બાલુત્રી ગામમાં વરસાદી પાણી ભરાવવાને લઈને ધરણાં
રૂપસિંહભાઈએ જળસમાધિ લેવાની આપી ચીમકી.
રૂપસિંહ ભાઈના ધરણાંનો આજે ત્રીજો દિવસ.
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલુત્રી ગામમાં છેલ્લા 20 દિવસથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. આજે 200 જેટલા ગ્રામજનો થરાદ પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમજ ખેડૂત રૂપસિંહ ભાઈના ધરણાંનો આજે ત્રીજો દિવસ જેને લઇ તેમણે જળસમાધિ લેવાની પણ ચીમકી આપી છે .
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલુત્રી ગામમાં છેલ્લા 20 દિવસથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, ગામમાં શાળા, મકાનો અને ખેતરોમાં પાણી ભરાયેલું છે. શાળા અને દવાખાના બંધ થવાથી બાળકોનું શિક્ષણ અટક્યું છે. લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડી રહી છે. વિસ્તારમાં રોગચાળો ફેલાયો છે. લોકોની અવરજવર માટે રસ્તા પણ ઉપલબ્ધ નથી. આજે 200 જેટલા ગ્રામજનો થરાદ પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગ્રામજનોએ અગાઉ એસડીએમને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ ખેડૂત રૂપસિંહ ભાઈના ધરણાંનો આજે ત્રીજો દિવસ જેને લઇ તેમણે જળસમાધિ લેવાની પણ ચીમકી આપી છે . એસડીએમે કામગીરીની ખાતરી આપી હતી. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ગ્રામજનોએ ભૂખ હડતાળ પર બેસવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી પાછા નહીં ફરે. ગ્રામજનોએ કલેક્ટરને સ્થળ પર આવીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા વિનંતી કરી છે. તેમની માંગ છે કે પાણી નિકાલની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે. લોકોનું કહેવું છે કે પાણીનો નિકાલ થશે તો જ બાલુત્રીના લોકો સામાન્ય જીવન જીવી શકશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
