સુરતના સચિનના પાલી ગામમાં 13 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત
જુલી કુમારીને પાંચ દિવસથી તાવ આવતો હતો
તબિયતમાં સુધારો થતાં વિદ્યાર્થિની પરીક્ષા આપવા ગઈ હતી
સુરતના સચિનના પાલી ગામમાં રહેતી 13 વર્ષીય વિદ્યાર્થીની જુલી કુમારીને છેલ્લા પાંચ દિવસથી તાવ આવતો હતો. પરિવારજનોએ તેને સારવાર અપાવી હતી અને તબિયતમાં સુધારો થતાં તે પરીક્ષા આપવા પણ ગઈ હતી. જોકે, ત્યારબાદ ફરી તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતું.
સુરતના સચિન પાલી ગામમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માત્ર 13 વર્ષની વિદ્યાર્થીની જુલી કુમારીનું તાવ બાદ મોત નિપજ્યું હોવાની માહિતી મળી છે. વાત એમ છે કે 13 વર્ષીય જુલી કુમારીને છેલ્લા પાંચ દિવસથી તાવ આવતો હતો. પરિવારજનોએ તેને દવાખાને લઈ જઈ સારવાર અપાવી હતી. તબિયતમાં સુધારો જણાતાં વિદ્યાર્થીની પરીક્ષા આપવા પણ ગઈ હતી. જોકે, ત્યારબાદ અચાનક ફરી તેની તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું મોત થયું હતું. દીકરીના અચાનક મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. બીજી તરફ સચિન જીઆઈડીસી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
