વાવ-થરાદમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં હિતેશ નામના યુવકનું અપહરણ

Featured Video Play Icon
Spread the love

વાવ-થરાદમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં હિતેશ નામના યુવકનું અપહરણ
ગાડીમાં આવેલા શખ્સોએ યુવકનું કર્યું અપહરણ
એટા ચોકડી પાસે એક્ટિવા રોકી યુવકને ઉઠાવી ગયા

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ-થરાદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ-થરાદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુઈગામમાં હિતેશ નામના યુવકનું ભરી બજારે ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ અપહરણ પ્રેમ પ્રકરણની અદાવતમાં કરવામાં આવ્યું હોવાનું ખૂલ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, અપહરણ કર્યા બાદ આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતા જ હિતેશના પરિવારજનોને તેના અપહરણની જાણ થઈ હતી. પુત્રના અપહરણથી હેબતાઈ ગયેલા પરિવારજનોએ તુરંત સુઈગામ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. સુઈગામ પોલીસે આ મામલે તત્પરતા દાખવી ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પ્રેમ પ્રકરણની અદાવત આ અપહરણ પાછળનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. હાલ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને વાયરલ વીડિયો અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા અને યુવકને સહીસલામત મુક્ત કરાવવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સરહદી પંથકમાં થયેલી આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે મળતી માહિતી મુજબ, હિતેશ નામનો યુવક જ્યારે તેના એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે વાવની એટા ચોકડી પાસે એક સફેદ રંગની બલેનો ગાડીમાં આવેલા શખ્સોએ તેને અટકાવ્યો હતો. ધોળા દિવસે અને લોકોની હાજરીમાં જ ગાડીમાંથી ઉતરેલા શખ્સોએ હિતેશને બળજબરીથી ખેંચીને ગાડીમાં બેસાડી દીધો હતો અને પૂરઝડપે ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના કોઈ ફિલ્મી દ્રશ્ય જેવી જણાતી હતી, જેના કારણે આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *