રાજકોટ ઉપલેટાના પાનેલીમાં રાજકારણમાં મોટો પલટો

Featured Video Play Icon
Spread the love

રાજકોટ ઉપલેટાના પાનેલીમાં રાજકારણમાં મોટો પલટો
આપના વિજેતા ઉમેદવાર ચંદુભાઈ જાદવ ભાજપમાં જોડાયા
આપમાંથી રાજીનામું આપી મૂળ ઘર ભાજપમાં કરી ઘરવાપસી

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયતમાં સ્થાનિક રાજકારણમાં મોટો પલટો આવ્યો છે. તાલુકા પંચાયતની 18 બેઠકોના પરિણામો પછી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. બંને પક્ષો પાસે 8-8 બેઠકો હતી, જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 1 બેઠક મળી હતી.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયતમાં સ્થાનિક રાજકારણમાં મોટો પલટો આવ્યો છે. મોટી પાનેલી-2 સીટ પરથી AAPના વિજેતા ઉમેદવાર ચંદુભાઈ અમરાભાઈ જાદવ આ સ્થિતિમાં કિંગમેકર બની ગયા હતા. જે પક્ષને તેઓ સમર્થન આપે તેની સત્તા નક્કી થવાની હતી. 1 મે, 2026ના રોજ ચંદુભાઈએ AAP છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો. આ સાથે ભાજપની બેઠકો 9 થઈ ગઈ અને તાલુકા પંચાયત પર ભાજપનો કબ્જો સ્પષ્ટ થઈ ગયો છે. જોવા જઈએ તો, ચંદુભાઈ માટે આ નિર્ણય ઘરવાપસી જેવો છે. તેઓ અગાઉ ભાજપના સંગઠનમાં તાલુકા મંત્રી હતા. છેલ્લી વખતે ટિકિટ ફાળવણીમાં અસંતોષને કારણે તેઓ AAPમાં જોડાયા અને મોટી પાનેલીમાંથી જીત મેળવી. હવે તેઓ પોતાના મૂળ પક્ષમાં પરત ફર્યા છે. તેમની પત્ની શારદાબેન જાદવ હાલમાં મોટી પાનેલીના સરપંચ છે.

ભાજપમાં જોડાયા બાદ ચંદુભાઈએ કહ્યું, “ભાજપ વિકાસના સારા કામો કરે છે. પંચાયતમાં પણ પક્ષે સારો ટેકો આપ્યો હતો. એટલે AAPમાંથી રાજીનામું આપીને ફરી ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. સ્થાનિક કાર્યકર્તાઓ આને ભાજપના ‘ઓપરેશન લોટસ’ની સફળતા તરીકે જુએ છે. જોકે, મોટી પાનેલીના કેટલાક વિસ્તારોમાંને વોટ આપનાર લોકોમાં અસંતોષ પણ જોવા મળ્યો છે. આ પલટાથી તાલુકા પંચાયતમાં સત્તાનું સમીકરણ સંપૂર્ણ બદલાઈ ગયું છે. ભાજપ હવે વિકાસ કાર્યોને વેગ આપવા અને નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે તૈયાર છે. રાજકારણમાં આવા અચાનક વળાંકો સામાન્ય છે, પરંતુ આ વખતે એક વ્યક્તિએ આખી તાલુકાની દિશા બદલી નાખી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *