સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં ગૌમાંસ
શંકાસ્પદ ગૌમાંસના જથ્થા સાથે એકને હિન્દુ સંગઠનોએ પકડયો
સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાંથી રિક્ષામાં લઈ જવાતા શંકાસ્પદ ગૌમાંસના જથ્થા સાથે એકને હિન્દુ સંગઠનોએ પકડી પોલીસને સોંપ્યો હતો.
સુરતમાં વારંવાર શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો હિન્દુ સંગઠનો પકડી પોલીસને સોંપે છે. ત્યારે સલાબતપુરા પોલીસ મથકની હદમાં રિક્ષામાં લઈ જવાતા શંકાસ્પદ ગૌમાંસ સાથે એકને હિન્દુ સંગઠનોએ પકડી પાડ્યો હતો. હિન્દુ સંગઠનોએ બાતમીના આધારે વોચ ગોઠવી રિક્ષામાં શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો લઈ જનાર ને પડી પાડી તેનો કબ્જો સલાબતપુરા પોલીસને સોંપ્યો હતો. તો શંકાસ્પદ ગૌમાંસ સાથે ઝડપાયેલાને માર પણ માર્યો હોવાનુ અને તેની રીક્ષામાં તોડફોડ પણ કરાઈ હોવાની ચર્ચા જોવા મળી હતી.
