અમદાવાદ કલબ 07 ના ફોરમ હોલના પાર્કિંગમાં દારૂની મહેફિલ
એક યુવતી સહિત નવ લોકોની ધરપકડ
2 BMW સહિત મોંઘીદાટ ગાડીઓ જપ્ત
અમદાવાદ પોલીસે બોપલ વિસ્તારમાંથી મોડી રાતે દારૂની મહેફિલ ઝડપી પાડી છે. ક્લબ O7માં એક મ્યુઝિકલ ડાન્સ પાર્ટીનું આયોજન હતું જ્યાં બોપલ પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન એક યુવતી સહિત કુલ 9 લોકો ઝડપાયા હતા જેમાંથી 6 લોકો પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જ્યારે ત્રણ લોકો પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. આ સાથે પોલીસે બે BMW સહિતની મોંઘીદાટ કારો પણ કબ્જે કરી છે.
અમદાવાદ બોપલ પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક લોકો ક્લબ O7ના પાર્કિંગમાં દારૂ પી રહ્યા છે. જેના આધારે બોપલ પોલીસે રેડ કરી હતી અને એક યુવતી સહિત નવ લોકોને ઝડપી લીધા હતા. નબીરાઓએ Club O7માં મ્યુઝિકલ ડાન્સ પાર્ટી સાથે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસની રેડ દરમિયાન રાહુલ ગોસ્વામી, હેમલ દવે, ભાવેશ પવાર, આશુતોષ શાહ, રાહુલ ચહલ, સની પંડ્યા અને પૃથ્વીરાજ ડોડલાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ ફોન, 2 BMW કાર, હોન્ડા સિટી કાર, દારૂની બોટલ સહિત કુલ 8.50 લાખનો મુદ્દામાલ કરવામાં આવ્યો છે. DYSP આસ્થા રાણાએ જણાવ્યું હતું કે ક્લબ O7માં ATC મેનેજમેન્ટ કંપની દ્વારા ટેક્નો મ્યુઝિક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200 લોકો હાજર રહ્યા હતા. આ પાર્ટીમાં 60થી 70 લોકો શંકાસ્પદ લાગતા તેમની તપાસ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હેમલ દવેએ દારૂ અને ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું હતું. હેમલ દવે વિરુદ્ધ દારૂ પીધેલાનો કેસ કરવામાં આવ્યો છે અને રાતના 12:30 સુધી મ્યુઝિકલ ડાન્સ ચાલુ રાખવા બદલ જાહેરનામા ભંગની પણ ફરિયાદ નોંધવામાં આવી છે. તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. 6 લોકો સામે દારૂ પીધેલા હતા અને 3 સામે દારૂ રાખવાનો કેસ કરવામાં આવ્યો છે જેમાં 1. પૃથ્વીરાજ ડોડલા
2. શનિ પંડ્યા
3. ચિરાગ ધાનક
4. રાહુલ નંચહલ
5. આશુતોષ શાહ
6. ભાવેશ પવાર
7. રિતિકા શર્મા
8. હેમલ દવે
9. રાહુલ ગોસ્વામી સામેલ છે. ક્લબના સંચાલકની પૂછપરછ કરવામાં આવશે. આ પાર્ટીનું આયોજન હેમલ દવેએ કર્યું હતું અને પાર્ટી પાસ સાથે આયોજિત કરવામાં આવી હતી…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી