ભારત-પાક તણાવ વચ્ચે વેરાવળ બંદર પર કડક સુરક્ષા
110 કિમી દરિયાકાંઠે 24 કલાક સશસ્ત્ર જવાનો તહેનાત,
બોટોનું સઘન ચેકિંગ અને પોલીસ ચોકી ઉભી કરાઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂરને લઈને તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેરાવળ અને ભીડીયા બંદર પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. ગીર સોમનાથ કલેક્ટરે સોમનાથ મંદિરની મુલાકાત લઈ સુરક્ષા અંગે કરી સમીક્ષા કરી છે
ભારત-પાક તણાવ વચ્ચે ગીર સોમનાથમાં વેરાવળ અને ભીડીયા બંદર પર સશસ્ત્ર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. બંને બંદર વિસ્તારમાં બે પોલીસ ચોકી ઊભી કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના 110 કિલોમીટર લાંબા દરિયાકાંઠા પર 24 કલાક કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરિયાઈ માર્ગે આતંકી પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવા માટે અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસનું સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા માછીમારી બોટોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વેરાવળ બંદર પર મોટાભાગની ફિશિંગ બોટો પરત ફરી છે. જે બોટો હજુ દરિયામાં છે તેમને પરત બોલાવવામાં આવી રહી છે. ગીર સોમનાથ કલેક્ટરે સોમનાથ મંદિરની મુલાકાત લઈ સુરક્ષા અંગે કરી સમીક્ષા કરી છે
મરીન ટાસ્ક ફોર્સના જવાનો સહિત સુરક્ષા એજન્સીઓને તહેનાત કરવામાં આવી છે. દરિયામાંથી પરત આવેલી તમામ માછીમારી બોટોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. માછીમારોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. દરિયાઈ સરહદના ગામોના સરપંચો સાથે સતત સંપર્કમાં રહીને દરેક પ્રકારની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી