વિસાવદરની પેટાચૂંટણીમાં વિવાદ વકર્યો
ગોપાલ ઇટાલિયા પર ભાજપના સમર્થકોએ હુમલો-ગાળાગાળી કર્યાના આક્ષેપ,
આ લોકશાહીથી ચાલતું રાજ્ય છે કે કિરીટશાહીથી ?
CR પાટીલને ગોપાલ ઇટાલિયાએ વિડીયો દ્રારા જાહેર રજૂઆત પણ કરી.
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને બરાબરનો રાજકીય રંગ જામ્યો છે. અત્યારસુધી તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે માત્ર શાબ્દિક ટપાટપી થતી હતી, જોકે હવે મામલો ગાળાગાળી અને પથ્થરમારા સુધી આવી ગયો હોય એવા આક્ષેપ થઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં યોજાયેલી રાત્રિ સભા દરમિયાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર કાકરીચાળો અને ગાળાગાળી કરી છે.
વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન વિસાવદરના જીવાપરા વિસ્તારમાં યોજાયેલી રાત્રિ સભામાં પથ્થર મારાને લઇ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજની સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક તેમજ વિસાવદરના ભાજપ કોર્પોરેટર નાસિર મેતરના ભાઈ અને તેમના ગુંડાઓએ તેમના પર પથ્થરમાર્યો છે તથા કોર્પોરેટર કમલેશ રીબડિયાના પુત્રે ગાળાગાળી કરી હતી છે. ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે. આજે ભેંસાણમાં ભાજપનો પ્રચાર કરવા આવી રહેલા CR પાટીલને ભેંસાણની જનતા વતી આમ આદમી પાર્ટીના વિસાવદર ભેંસાણ જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિડીયો દ્રારા જાહેર રજૂઆત પણ કરી. છે
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે ગયા ત્યારે પણ અધિકારી હાજર નહોતા. એક કલાકથી રાહ જોઈ રહ્યા છીએ. એવું લાગે છે કે ભાજપમાંથી ફોન ન આવે ત્યાં સુધી અધિકારીઓ કામ પર નહીં આવે. સીએમ. સી.આર. પાટીલ અને ઉમેદવાર કિરીટ પટેલના નામે આક્ષેપ ઇટાલિયાએ પ્રશ્ન કર્યો કે આ લોકશાહીથી ચાલતું રાજ્ય છે કે કિરીટશાહીથી ? કિરીટ પટેલની દલાલી કરનારા લોકોને અમારો મેસેજ છે કે સુધરી જજો.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી