વડોદરામાં જન્મના બોગસ દાખલા સાથે મહિલા પકડાઈ

Featured Video Play Icon
Spread the love

વડોદરામાં જન્મના બોગસ દાખલા સાથે મહિલા પકડાઈ
મહિલા બોગસ અને સાચો એમ બે દાખલા લઈને પહોંચી
બાળકીનું આધારકાર્ડ કઢાવવામાં મુશ્કેલી પડતા બોગસ દાખલો કઢાવ્યો
ખાનગી ઓફિસમાંથી 500 રૂપિયામાં બોગસ જન્મ દાખલો મેળવ્યો

વડોદરા શહેરના પૂર્વ ઝોન વિસ્તારની વોર્ડ નં. 4 ની કચેરીમાં બોગસ જન્મના દાખલાનું કૌભાંડ અધિકારીઓની સજાગતાથી ઝડપાયું છે.

વડોદરા સયાજીપુરા વિસ્તારની મહિલાના પતિએ પોતાની બાળકીનો જન્મનું સર્ટિફિકેટ 500 રૂપિયામાં બનાવ્યું હોવાની ચોકાવનારી વિગત બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. વારસિયા પોલીસે મહિલાની અટકાયત કરીને સઘન પૂછપરછની કાર્યવાહી શરૂ કરી છે. શહેરના વિવિધ વિસ્તારમાં જન્મના બોગસ દાખલા કાઢી આપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. અગાઉ શહેરના દક્ષિણ વિસ્તારમાં પણ જન્મ મરણ કચેરીએથી અન્ય એક વ્યક્તિ પણ રૂપિયા 500માં તરસાલીના સ્થાનિક ઝેરોક્ષવાળા પાસેથી મેળવ્યું હોવાની વિગતો ખુલી હતી. ત્યારબાદ શહેરના પૂર્વ ઝોન વિસ્તારની વોર્ડ નંબર ચારની કચેરીમાં પણ સયાજીપુરા વિસ્તારમાં રહેતી એક મહિલા બાળકીને લઈને તેનું આધારકાર્ડ કઢાવવા આવી હતી. ચકાસણી અંગે મહિલાએ સ્થાનિક અધિકારીઓને જન્મનો સુરત ખાતેનો દાખલો રજૂ કર્યો હતો. પરંતુ સ્થાનિક કચેરીના સતર્ક અધિકારીઓ દ્વારા જન્મના દાખલાની ચકાસણીમાં ભાંડો ફૂટ્યો હતો. આ અંગે મહિલાએ જણાવ્યું હતું કે મારી દીકરીનો જન્મનો દાખલો મારા પતિએ રૂપિયા 500માં કઢાવ્યો હોવાનું કહ્યું હતું.

સ્થાનિક અધિકારીઓ દ્વારા પોલીસ ફરિયાદની હાથ ધરવામાં આવી સ્થાનિક વારસિયા પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન મહિલાને રોકીને પૂછપરછ કરતા જન્મના દાખલા બાબતે મહિલાએ કોઈ પ્રત્યુતર આપ્યો ન હતો. જ્યારે બીજી બાજુ વારસિયા પોલીસના મહિલા કોન્સ્ટેબલે બોગસ જન્મનો દાખલો લઈને આવનાર મહિલાની અટકાયત કરીને સગન પૂછપરછ માટે તથા ફરિયાદ અંગે મહિલાને વારસિયા પોલીસ મથકે લઈ જવામાં આવી હતી કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *