સુરતના પાંડેસરામાં પૈસાની ઉઘરાણી
તીક્ષ્ણ હથિયારથી ધમકાવનાર આરોપી પોલીસના હાથે ઝડપાયો
આરોપી સામે ગુનો નોંધી કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરતના પાંડેસરામાં પૈસાની ઉઘરાણી માટે ફરિયાદીને તીક્ષ્ણ હથિયારથી ધમકાવનાર આરોપી આખરે પાંડેસરા પોલીસના હાથે ઝડપાયો છે. પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી પાડી તેને કાયદાનુ ભાન કરાવ્યુ હતું.
સુરતના પાંડેસરા વિસ્તારમાં પૈસાની ઉઘરાણી મામલે ફરિયાદીને તીક્ષ્ણ હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ફરિયાદ નોંધાતા પાંડેસરા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધી કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી ઉઘરાણી અને ધમકી જેવા ગુનાઓ સામે પોલીસની સખત કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
